Maa Shakti Maa



ધાર્મિક માહાત્મ્ય: પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શક્તિમાતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો. રાજા કરણદેવને આપેલા વચન મુજબ હરપાળદેવ અને શક્તિમાતાએ એક રાતમાં ૨૩૦૦ ગામોને તોરણ બાધ્યાં હતાં. જેમાં પહેલું તોરણ પાટડીના ટોડલે બાધ્યું હતું અને દી’ ઊગતા પહેલાં છેલ્લું તોરણ દિગડિયા ગામે બાધ્યું હતું.
આમ તેઓ ૨૩૦૦ ગામના ધણી કહેવાયા. બિસંતીદેવી પ્રતાપસિંહ સોલંકીનાં કુંવરી હતાં. શક્તિમ માતાનું નાનપણનું નામ બિસંતીદેવી હતું. અને જ્યારે તેઓ હરપાળદેવને વર્યાં ત્યારે શરત રાખી હતી કે, પોતાનું અસલ દૈવીસ્વરૂપ લોકો જ્યારે જાણશે ત્યારે તેઓ અહીંથી વિદાય લેશે.






એવા સુવર્ણકાળમાં વિ.સં. ૧૧૫૬માં મહાપરાક્રમી હરપાળદેવે પાટડીમાં મખવાન (મકવાણા) વંશની સ્થાપના કરી હતી. હરપાળદેવ અને શક્તિદેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયું હતું.
થોડાં વર્ષો પછી એક દિવસ હાથીખાનામાંથી મંગલા નામનો હાથી ગાંડો થયો અને સાંકળ તોડીને બહાર નીકળી ગયો હતો. અને રાજકુમારો સોઢાજી, માંગુજી અને શેખડોજી તથા બહેન ઉમાદેવી ચોકમાં રમતાં હતાં ત્યાં આવ્યો હતો.
મા શક્તિદેવીને થયું કે ગાંડો થયેલો મંગલો હાથી રાજકુમારોને ઇજા પહોંચાડશે એટલે ઝરૂખામાંથી બેઠાં બેઠાં હાથ લંબાવ્યો અને ચારેય બાળકોને મોટી હથેળી વડે ઝરૂખામાં ઝીલી લીધાં હતાં એ વખતે ચારણના એક છોકરાને ટાપલી મારી દૂર કર્યો હતો માટે તે ટાપરિયા અટકના ગઢવી કહેવાયા અને બીજાં બાળકોને હાથમાં ઝાલી બચાવી લેવાથી મકવાણા વંશ ઝાલા વંશના કહેવાયા.
આ પ્રસંગથી મા શક્તિદેવીનું દૈવીપણું જાહેર થઇ ગયું એટલે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યાં અને વિ.સં. ૧૧૭૧ ચૈત્ર વદ ૧૩ ના દિવસે ધામા ખાતે ધરતીમાં સમાયાં હતાં. શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમિ પાટડી અને સમાધિ સ્થળ ધામામાં દર વર્ષે ચૈત્ર વદ-૧૩ ના રોજ ઝાલાકુળનો વંશજ પોતાનાં પરિવારજનો સાથે પાટડી અને શક્તિધામ ધામા મંદિરમાં દર્શનાર્થે અચૂક જાય છે.પાટડીમાં જે ટોડલે શક્તિમાતાએ અને હરપાળદેવે પ્રથમ તોરણ બાધ્યું હતું એ ટોડલા પાટડીના ભવ્ય ભૂતકાળની ગવાહી પૂરતા આજે પણ પાટડીમાં અડીખમ ઊભા છે.

નિર્માણ: મંદિર પૌરાણિક છે, સમયની સાથે તેનો જીર્ણોદ્ધાર થયો છે.

પાટડીમાં જે ટોડલે શક્તિમાતાએ અને હરપાળદેવે પ્રથમ તોરણ બાધ્યું હતું
મંદિરના મુખ્ય આકર્ષણો: શક્તિ માતાની મૂર્તિ.

આરતીનો સમય
સવારે 5.30
સાંજે 7.00 વાગ્યે
દર્શનનો સમય: સવારે 6.00થી સાંજે 7.30 વાગ્યા સુધી.

દર્શનનો સમય: સવારે 6.00થી સાંજે 7.30 વાગ્યા સુધી.

પાટડીમાં બે મોટા ધાર્મિક સ્થળ આવેલા છે
કેવી રીતે પહોંચવું
પાટડીમાં બે મોટા ધાર્મિક સ્થળ આવેલા છે એક શક્તિ માતા મંદિર અને બીજું વર્ણિન્દ્રધામ. સુરેન્દ્રનગરથી પાટડી 59 કિમી, રાજકોટથી 163 કિમી અને અમદાવાદથી 100 કિમી છે.  પોટડીમાં રેલવે સ્ટેશન છે જ્યારે નજીકનું એરપોર્ટ રોજકોટ છે.

નજીકના મંદિરો

1). વર્ણિન્દ્રધામ પાટડી 3 કિમી
2). રામદેવપીર મંદિર પીપળીધામ- 18 કિમી.
3). સ્વામિનારાયણ મંદિર મુળી- 80 કિમી
ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા શ્રદ્ધાળુઓને રહેવાની અને જમવાની સારી સુવિધા પૂરી પાડવમાં આવે છે
રહેવાની સુવિધા

અહીં ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા શ્રદ્ધાળુઓને રહેવાની અને જમવાની સારી સુવિધા પૂરી પાડવમાં આવે છે.

સરનામું

શક્તિ માતા મંદિર, દરબારગઢ રોડ, પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર- 382765

ફોન નંબર: 9624744735, 9427088584, 94281 93928

Related Posts

Maa Shakti Maa
4/ 5
Oleh

Subscribe via email

Like the post above? Please subscribe to the latest posts directly via email.