How to Know Jains Tirthankara, Yaksha and Yakshini

In Jainism, a tirthankara is a saviour and spiritual teacher of the dharma (righteous path). The word tirthankara signifies the founder of a tirtha, which is a fordable passage across the sea of interminable births and deaths, the saṃsāra.

 According to Jains, a tirthankara is a rare individual who has conquered the saṃsāra, the cycle of death and rebirth, on his own and made a path for others to follow. After understanding the true nature of the Self or soul, the Tīrthaṅkara attains Kevala Jnana (omniscience), and the first Tirthankara refounds Jainism. Tirthankara provides a bridge for others to follow the new teacher from saṃsāra to moksha (liberation).




In Jain cosmology, the wheel of time is divided in two halves, Utsarpiṇī or ascending time cycle and avasarpiṇī, the descending time cycle (said to be current now). In each half of the cosmic time cycle, exactly twenty-four tirthankaras grace this part of the universe.

The first tirthankara was Rishabhanatha, who is credited for formulating and organising humans to live in a society harmoniously. Parshvanath, the 23rd tirthankara, The 24th and last tirthankara of present half-cycle was Mahavira (599-527 BC).History records the existence of Mahavira and his predecessor.

A tirthankara organises the sangha, a fourfold order of male and female monastics, srāvakas (male followers) and śrāvikās (female followers).

The tirthankara's teachings form the basis for the Jain canons. The inner knowledge of tirthankara is believed to be perfect and identical in every respect and their teachings do not contradict one another. However, the degree of elaboration varies according to the spiritual advancement and purity of the society during their period of leadership. The higher the spiritual advancement and purity of mind of the society, the lower the elaboration required.

While tirthankaras are documented and revered by Jains, their grace is said to be available to all living beings, regardless of religious orientation.

Tīrthaṅkaras are arihants who after attaining kevalajñāna (pure infinite knowledge) preach the true dharma. An Arihant is also called Jina (victor), that is one who has conquered inner enemies such as anger, attachment, pride and greed. They dwell exclusively within the realm of their Soul, and are entirely free of kashayas, inner passions, and personal desires. As a result of this, unlimited siddhis, or spiritual powers, are readily available to them – which they use exclusively for the spiritual elevation of living beings. Through darśana, divine vision, and deshna, divine speech, they help others in attaining kevalajñana, and moksha (final liberation) to anyone seeking it sincerely.

In Jain tradition, the 20 tirthankaras attained moksha on mount Shikharji, in the present Indian state of Jharkhand. Rishabhanatha attained nirvana on Mount Kailash, presently located in Tibet, close to Indian border, Vasupujya at Champapuri in North Bengal, Neminatha on mount Girnar, Gujarat, and Mahavira, the last tirthankara, at Pawapuri, near modern Patna. Twenty-one of the tirthankaras are said to have attained moksha in the kayotsarga (standing meditation posture), while Rishabhanatha, Neminatha and Mahavira are said to have attained moksha in the Padmasana.


In chronological order, the names, emblems and colours of the 24 tirthankaras of this age are mentioned below:  
Dhanuṣa means "bow",
 hatha means "hands" ,
 1 Purva equals 8,400,000 x 8,400,000 or 70,560,000,000,000 years.


No. Name Symbol Colour Height Age
1 Rishabhanatha (Adinatha) Bull Golden 500 dhanuṣa 84,00,000 Purva
2 Ajitanatha Elephant Golden 450 dhanuṣa 72,00,000 Purva
3 Sambhavanatha Horse Golden 400 dhanuṣa 60,00,000 Purva
4 Abhinandananatha Monkey Golden 350 dhanuṣa 50,00,000 Purva
5 Sumatinatha Heron/Curlew bird Golden 300 dhanuṣa 40,00,000 Purva
6 Padmaprabha Padma/Lotus Red 250 dhanuṣa 30,00,000 Purva
7 Suparshvanatha Swastika Golden 200 dhanuṣa 20,00,000 Purva
8 Chandraprabha Crescent Moon White 150 dhanuṣa 10,00,000 Purva
9 Pushpadanta (Suvidhinath) Crocodile/Makara White 100 dhanuṣa 2,00,000 Purva
10 Shitalanatha Shrivatsa Golden 90 dhanuṣa 1,00,000 Purva
11 Shreyanasanatha Rhinoceros Golden 80 dhanuṣa 84,00,000 Years
12 Vasupujya Buffalo Red 70 dhanusa 72,00,000 Years
13 Vimalanatha Boar/Pig Golden 60 dhanusa 60,00,000 Years
14 Anantanatha Porcupine - Digambara
Falcon - Śvētāmbara
Golden 50 dhanuṣa 30,00,000 Years
15 Dharmanatha Vajra Golden 45 dhanuṣa 10,00,000 Years
16 Shantinatha Antelope or deer Golden 40 dhanuṣa 1,00,000 Years
17 Kunthunatha Goat Golden 35 dhanuṣa 95,000 Years
18 Aranatha Nandyavarta / fish Golden 30 dhanuṣa 84,000 Years
19 Māllīnātha Kalasha Blue 25 dhanuṣa 55,000 Years
20 Munisuvrata Tortoise Black 20 dhanuṣa 30,000 Years
21 Naminatha Blue lotus Golden 15 dhanuṣa 10,000 Years
22 Neminatha Shankha Black 10 dhanuṣa 1000 Years
23 Parshvanatha Snake Blue 9 hath 100 Years
24 Mahavira Lion Golden 7 hath 72 Years



 

 

Jains mainly worship idols of Arihants and Tirthankaras, who have conquered the inner passions and attained God-consciousness status. Yaksha and Yakshini are found in pair around the idols of Jinas as guardian deities.  

Yaksha is generally on the right-hand side of the Jina idol and Yakshini on the left-hand side. In earlier periods, they were regarded mainly as devotees of Jina, and have supernatural powers. They are also wandering through the cycles of births and deaths just like the worldly souls, but have supernatural powers. Over time, people started worshiping these deities as well.


Yakshis in Jainism

In Jainism, there are twenty-four yakshis, including Chakreshvari, Ambika, and Padmavati, who are frequently represented in Jain temples. The names according to Tiloyapannatti (or Pratishthasarasangraha) and Abhidhanachintamani are:
  1. Chakreshvari
  2. Rohini, Ajitbala,Ajita
  3. Prajnapti, Duritari
  4. Vajrashrankhala, Kali
  5. Vajrankusha, Mahakali
  6. Manovega, Shyama, Achuta
  7. Kali, Shanta
  8. Jwalamalini, Mahajwala,Jwala
  9. Mahakali, Sutaraka
  10. Manavi, Ashoka
  11. Gauri, Manavi,Shreevatsa
  12. Gandhari, Chanda,Pravara
  13. Vairoti, Vidita,Vijaya
  14. Anantamati, Ankusha
  15. Manasi, Kandarpa,Pregnyapti
  16. Mahamansi, Nirvani
  17. Jaya, Bala,Achuta
  18. Taradevi, Dharini
  19. Vijaya, Dharanpriya, Varutaya
  20. Aparajita, Nardatta
  21. Bahurupini, Gandhari
  22. Ambika or Kushmandini
  23. Padmavati
  24. Siddhayika

Yaksha in Jainism

  1. Gomukha
  2. Mahayaksha
  3. Trimukha
  4. Yaksheshvara or Ishwar
  5. Tumbaru
  6. Kusuma
  7. Varanandi or Matanga
  8. Vijaya or Shyama
  9. Ajita
  10. Brahma or Brahmeshvara
  11. Ishvara or Yakset
  12. Kumara
  13. Dandapani
  14. Patala
  15. Kinnara
  16. Kimpurusha or Garuda
  17. Gandharva
  18. Kendra or Yakshendra
  19. Kubera
  20. Varuna
  21. Bhrikuti
  22. Gomedh or Sarvahna
  23. Dharanendra or Parshvayaksha
  24. Matanga

Jainism provides very clear foundations and guidelines, and it is up to every individual Jains to decide which idols to worship and which ones that should just be acknowledged.

Sthanakvasi and Terapanthi Jains of the Svetambara and Taranpanthi Jains of the Digambaras do not believe in idol worshiping.

જૈન સંપ્રદાયમાં અને લોકજીવનમાં પૂજાતા: બાવનવીર
પારિભાષિક કોશમાં ચાર વીર ગણાવ્યા છે. (૧) વિદ્યાવીર, (૨) યુદ્ધવીર (૩) દાનવીર (૪) દયાવીર. શાસ્ત્રોમાં બાવનવીર અને ૬૪ જોગણિયું ગણાવાઈ છે. ભગવદ્‌ગોમંડલ અનુસાર વીર એટલે મહાન કાર્યમાં ઝંપલાવનાર મર્દ માણસ. હનુમાન, મહાવીર, શૂરવીર, પરાક્રમી, યોદ્ધો, સુભટ, લડવૈયો, તામસ મન્વન્તરમાંનો એક દેવ, બહેનનો ભાઈ, નવમાંનો એક રસ, હાથી, ભૂત, દરિયાની ભરતી એવા અર્થ થાય છે. વીરની એક કહેવત પણ જાણીતી છે. ‘ચાંદ માથે ને વીર સાથે’ અર્થાત્‌ દરરોજ રાત્રે કે દિવસે ચાંદ બરોબર માથે આવે ત્યારે વીર એટલે ભરતીની શરૂઆત થાય. વીર સાથે અનેક શબ્દો જોડાયેલાં છે. ઉ.ત. વીરબાહુ, એ નામના એક મુનિ જેમણે ઇન્દ્રજાલ નામનું જાદુનું શાસ્ત્ર રચ્યું. વીરભદ્ર-અગિયાર માંહેનો એક રુદ્ર. વીરક્રિયા-દુઃખિયાનું રક્ષણ કરવા સ્વાર્પણ કરવાની વૃત્તિ. વીરગતિ-બહાદુરને શોભે એવું મૃત્યુ. આજે ઉપક્રમ લોકસમાજમાં પ્રચલિત બાવન વીરોની વાત કરવાનો છે.
લોકકથાઓમાં પરદુઃખભંજક ઉજેણીના રાજવી વીરવિક્રમના પરાક્રમો વાંચવા મળે છે. એમાં ‘અગિયા વીર’ની વાત આવે છે. આગિયાર વીર જ્યાં પડે ત્યાં અગ્ન્યાસ્ત્રની જેમ બઘું બાળીને ભસ્મ કરી નાખતા. એની સાધના કરવાથી આ વીર ધાર્યું કામ કરી આપતા. એવી જ ‘મસાણિયા વીર’ની પણ વાતો મળે છે. ઉત્તર ગુજરાતમાં વીરપૂજા વિશેષરૂપે જાણીતી છે. મહુડીમાં ઘંટાકર્ણવીર શ્રદ્ધાપૂર્વક પૂજાય છે. કાળીચૌદસના દિવસે ભક્તો મંત્રો દ્વારા વીરની સાધના-પૂજા કરે છે. ઉ.ગુજરાતના મોટા ભાગના ગામોમાં વીરના સ્થાનકો જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં પુનમિયા વીરની પૂજા પ્રચલિત છે. રાજસ્થાનમાં વીરબાવજી પૂજાય છે. ભારતના આ બધા વીરોની નામાવલિ વિદ્વાન સંશોધક સ્વ. શ્રી અગરચંદ નાહટાએ તૈયાર કરી હતી જે વાસુદેવ-શરણ અગ્રવાલના ગ્રંથ પ્રાચીન ભારતીય લોકધર્મમાં પરિશિષ્ટરૂપે મૂકી છે તે અનુસાર બાવન વીરો આ મુજબ ગણાય છે.
૧. ક્ષેત્રપાલવીર. ૨. કપિલ ૩. બટુક ૪. નારસંિહ ૫. ગોપાલ. ૬. ભૈરવ. ૭. ગરુડ. ૮. રક્તવર્ણ ૯. દેવસેન ૧૦. રુદ્ર. ૧૧. વરૂણ. ૧૨. ભદ્ર. ૧૩. વજ્ર. ૧૪. વજ્રજંધ ૧૫. સ્કંધ. ૧૬. કુટુ ૧૭. પ્રિયંકર ૧૮. પ્રિયમિત્ર ૧૯. વર્ણ. ૨૦. કંદર્પ, ૨૧. હંસ. ૨૨. એકગંધ. ૨૩. ઘટોપથ. ૨૪ દાયક ૨૫. કાલ ૨૬. મહાકાલ. ૨૭. મેઘનાદ ૨૮. ભીમ. ૨૯. મહાભીમ. ૩૦. તુંગભદ્ર. ૩૧. વિદ્યાધર. ૩૨. વસુમિત્ર ૩૩. વિશ્વસેન. ૩૪. નાગ. ૩૫. નાગહસ્ત. ૩૬. પ્રદ્યુમ્ન. ૩૭. કંપિલ ૩૮. બકુલ. ૩૯. ઉરદ્ધપદ. ૪૦. ત્રિમુખ. ૪૧. પિશાચ. ૪૨. ભૂતભૈરવ. ૪૩. મહાપિશાચ. ૪૪. કાલમુખ. ૪૫ કુનક ૪૬. અસ્તિમુખ. ૪૭. રેતોબેધસ. ૪૮. શ્મશાનાચાર ૪૯. કેલિકલ ૫૦. ભૃંગ. ૫૧. કટક ૫૨. વિભિષણ.
લોકજીવનમાં પ્રચલિત બાવનવીરોની નામાવલીઓની ચાર યાદીઓ સંશોધનમાં મને પ્રાપ્ત થઈ છે. બીજી યાદી રાજસ્થાનની પ્રાચીન હસ્તપ્રતમાંથી પ્રાપ્ત થઈ છે તે આ મુજબ છે.
૧. છાપિલો ૨. ઘુલિયોવીર. ૩. તલપઆહારી વીર. ૪. સૂલિ ભંજન વીર. ૫. નાડીતોડણ વીર. ૬. મસાંસ તોડણ વીર. ૭. ગડઉપઝણવીર. ૮. સમુદ્ર ઉતરાણ વીર. ૯. સમુદ્ર શોષણવીર. ૧૦. પર્વત ઉપાડણ વીર. ૧૧. લોહભંજન વીર. ૧૨. સાંતોડણ વીર. ૧૩. વિષપહારી વીર. ૧૪. રૂંડમાલ વીર. ૧૫. આગિષાઉ વીર. ૧૬. સાપષાઉ વીર. ૧૭. જમઘંટી વીર. ૧૮. અસલટીવિર. ૯. કાલો વીર. ૨૦ ગોરો વીર. ૨૧. અગ્નિકાન્ત વીર. ૨૨. વિષકાન્ત વીર. ૨૩. રગતિયો વીર. ૨૪. કાલિયો વીર. ૨૫. કાલવેલ વીર. ૨૬. કાલ ઘરટ વીર. ૨૭. ઈન્દ્ર વીર. ૨૮ જમવીર. ૨૯. દેવારિ વીર. ૩૦. દુરિતા વીર. ૩૧. દુરિપાવીર. ૩૨. હરિયા વીર. ૩૩. ઝાંપડો વીર. ૩૪. મણિભદ્ર વીર. ૩૫. કાપડી વીર. ૩૬. નારસંિહ વીર. ૩૭. ગોરિલો વીર. ૩૮. ધૂંટવીર. ૩૯. કુટક વીર. ૪૦. વક વીર. ૪૧. મહાવીર. ૪૨. સંતોષ વીર. ૪૩. ભ્રમર વીર. ૪૪. મહામર વીર. ૪૫. કેદાર વીર. ૪૬. સહસ્ત્રષાંણ વીર. ૪૭. સહસ્ત્રાક વીર. ૪૮. ભૂતષાંણ વીર. ૪૯. શાકની માર વીર. ૫૦. ડાકની માર વીર. ૫૧. સહસ્ત્રાષ્ય વીર. ૫૨. ઉત્તમાદિક વીર.
બાવન વીરોની ત્રીજી યાદી જૈન મુનિ શ્રી જયસાગરસૂરિ રચિત ‘જિનદત્ત-સૂરિચારિત’માંથી મળી છે. જેમાં બાવન વીરોની નામાવલિ આ મુજબ આપી છે. ૧. વાપિલ્લો. ૨. ખુદિયો. ૩. તલપહરી. ૪. નાડીતોડ. ૫. સૂલિભંજણ. ૬. મસાણલોટણ. ૭. ગઢપાડણ ૮. સમુદ્ર તારણ. ૯. સમુદ્ર શોષણ. ૧૦. લોહભંજણ. ૧૧. સંકલ તોડણ. ૧૨. વિસખાપરો. ૧૩. રૂંડમાલ. ૧૪. અગિયો. ૧૫. બાપવીર. ૧૬. જમઘંટ ૧૭. કાલ. ૧૮. અકાલ. ૧૯. અગ્નિકાંતિ. ૨૦. વિષકાંતિ. ૨૧. રગતિયો. ૨૨. કોઈલો. ૨૩. કાલિયાર. ૨૪. કાલબેલ ૨૫. કાલાઘરટ્ટ. ૨૬. ઈન્દ્રવીર. ૨૭. યમવીર. ૨૮. દેવારિ. ૨૯. દુરિતારી. ૩૦. હરાદિર. ૩૧. ઝાંપકો. ૩૨. માણિભાદ્ર. ૩૩. કાપડિયો. ૩૪. કંદારો. ૩૫. નહારસંિહ. ૩૬. ગોરો. ૩૭. ઘટ, ૩૮. કંટક. ૩૯. વગ. ૪૦. મહાવગ. ૪૧. સંતોષ. ૪૨. મહાસંતોષ. ૪૩. ભ્રમર. ૪૪. મહાભ્રમર. ૪૫. સહસ્ત્રાવ. ૪૬. સાહસાંગ. ૪૭. ક્ષેત્રપાલ. ૪૮. ભૂતખાણ. ૪૯. શાકનીમાર. ૫૦. દેવરથ ભંજણ. ૫૧. સાલવાહન ૫૨. આદ્રકુમાર
બિકાનેરના જૈનમુનિ પૂ. વિજયેન્દ્રસુરિજી પાસેથી શ્રી અગરચંદ નાહટાને બાવનવીરોની ત્રીજી એક યાદી આ મુજબ પ્રાપ્ત થઈ છે. ૧. કપિઉંવીર ૨. ખોડિયા વીર. ૩. લપહારી વીર. ૪. નાડીતોડ વીર. ૫. સુલી ભંજન વીર. ૬. મસાણ લોટણ વીર. ૭. ગઢપાચણ વીર. ૮. સમુદ્ર તીરણ વીર. ૯. સમુદ્ર શોષણ વીર. ૧૦. લોહભંજન વીર. ૧૧. સાંકલીતોડ વીર. ૧૨. વિશ્નપારબર વીર. ૧૩. રૂંડમાલ વીર. ૧૪. આગિયા વીર. ૧૫. વાપવીર. ૧૬. યમઘંટ વીર. ૧૭. કાલિ વીર. ૧૮. અકાલ વીર. ૧૯. અગ્નિકંત વીર. ૨૦. વિષક્રન્ત વીર. ૨૧. રગતિયા વીર. ૨૨. કોયલા વીર. ૨૩. કાલિયા વીર. ૨૪. કાલવેર વીર. ૨૫. કાલઘંટ. ૨૬. ઈન્દ્ર વીર. ૨૭. જમ વીર. ૨૮. દેવરારિ વીર. ૨૯. દુતરારિ વીર. ૩૦. હરારિ વીર. ૩૧. ઝાંપડા વીર. ૩૨. માણિભદ્ર વીર. ૩૩. કાપડિયો વીર. ૩૪. કેદારો વીર. ૩૫. નારસંિહ વીર. ૩૬. ગુરચલો વીર. ૩૭. ઘટ વીર. ૩૮. કાતર વીર. ૩૯. બાંગુવીર. ૪૦. મહતવીર. ૪૧. સંતોષ વીર. ૪૨. સંતોષ મહાવીર. ૪૩. ભમર વીર. ૪૪. મહાભમર વીર. ૪૫. ક્ષેત્રપાલ વીર. ૪૬. ભુતષાણ વીર. ૪૭. હંિડવખાન વીર. ૪૮. મહષાણ વીર. ૪૯. સાકિણી ભૂતવીર. ૫૦. દરુત ભંજન વીર. ૫૧. એરાજ ભાલવાહન વીર. ૫૨. આદ્રકવીર.
આ ચારેય યાદીઓમાં કેટલાક વીરોના નામો જુદી જુદી યાદીઓમાં બેવડાતા પણ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં પણ વીરપૂજન જાણીતું છે. જનહિતાર્થે લીલુડાં માથાં કુરબાન કરનાર વીરો લોકજીવનમાં પૂજાય છે. કચ્છમાં જખદેવ પૂજાય છે. ગામડાગામની બહેન દીકરિયુંની લાજ લૂંટાતી બચાવનાર. ગામની ગાયોને લૂંટારાના હાથમાંથી છોડાવનાર. અલૌકિક વીરતા બતાવનાર વીરો લોકહૃદયમાં માનપાન ને સ્થાન મેળવે છે. એવા વીરોના પાળિયા આજેય પૂજાય છે.

INFORMATION FROM : GUJRAT SAMACHAR
તીર્થંકરના યક્ષો
.
તીર્થંકરોની ભક્તિમાં વિશેષ અધિષ્ઠાયક દેવો, તે યક્ષ કહેવાય. ચોવીશ તીર્થંકરોના ચોવીશ યક્ષો છે, જેના નામો નીચે પ્રમાણે આપેલા છે-
1. ગોમુખ, 2. મહાયક્ષ, 3. ત્રિમુખ, 4. ઇશ્વર, 5. તુંબરું, 6. કુસુમ, 7. માતંગ, 8. વિજય, 9. અજિત, 10. બ્રહ્મ, 11. મનુજ, 12. સુરકુમાર, 13. ષણ્મુખ, 14. પાતાલ, 15. કિન્નર, 16. ગરુડ, 17. ગંધર્વ, 18. યક્ષેન્દ્ર, 19. કુબર, 20. વરૂણ, 21. ભ્રકુટિ, 22. ગોમેધ, 23. વામન, 24. માતંગ.
1. પ્રથમ જિનનો ગોમુખ નામે યક્ષ છે. તેને સુવર્ણ વર્ણ, હાથીનું વાહન અને ચાર ભુજા અને તેના જમણા બે હાથમાં વરદાનમુદ્રા તથા અક્ષમાલા છે અને ડાબા બે હાથમાં બીજોરૂ (માતુલિંગ) તથા પાશ છે.
2. અજિતનાથનો મહાયક્ષ નામે યક્ષ છે. તેને ચાર મુખ, શ્યામવર્ણ અને હાથીનું વાહન અને આઠ હાથ છે. તેમાં જમણા ચાર હાથમાં વરદાનમુદ્રા, મુદ્ગર, અક્ષમાલા અને પાશ છે. ડાબા ચાર હાથમાં બીજોરૂ, અભયમુદ્રા, અંકુશ અને શક્તિ છે.
3. સંભવનાથનો ત્રિમુખ નામે યક્ષ છે. તેને ત્રણ મુખ, ત્રણ નેત્ર, શ્યામ વર્ણ, મયૂર વાહન અને છ હાથ છે. તેમાં જમણા ત્રણ હાથમાં નોળિયો, ગદા, અભયમુદ્રા છે અને ડાબા ત્રણ હાથમાં માતુલિંગ, અક્ષમાલા, અને નાગ છે.
4. અભિનંદનસ્વામીનો ઈશ્વર નામે યક્ષ છે. તેનો વર્ણ શ્યામ, હાથનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં માતુલિંગ અને અક્ષમાલા છે તથા ડાબા બે હાથમાં નોળિયો અને અંકુશ છે.
5. સુમિતનાથનો તુંબરું નામે યક્ષ છે. તેનો વર્ણ શ્વેત, ગરૂડવાહન અને ચાર હાથ, છે. જમણા બે હાથમાં વરદાન મુદ્રા અને શક્તિ છે. ડાબા બે હાથમાં ગદા અને નાગપાશ છે.
6. પદ્મપ્રભસ્વામીનો કુસુમ નામે યક્ષ છે. તેનો વર્ણ નીલ, હરણનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં ફળ અને અભય મુદ્રા છે અને ડાબા બે હાથમાં નોળિયો અને અક્ષમાલા છે.
7. સુપાર્શ્વનાથનો માતંગ નામે યક્ષ છે. તેનો વર્ણ નીલ, હાથીનું વાહન, અને ચાર હાથ છે, જમણા બે હાથમાં બિલ્વ અને પાશ છે અને ડાબા બે હાથમાં નોળિયો અને અંકુશ છે.
8. ચંદ્રપ્રભનો વિજય નામે યક્ષ છે. તેનો વર્ણ નીલ છે, ત્રણ આંખ હંસનું વાહન અને બે હાથ છે, જમણા હાથમાં ચક્ર અને ડાબા હાથમાં મુદ્ગર છે.
9. સુવિધિનાથને અજિત નામે યક્ષ છે. તેનો વર્ણ શ્વેત છે, કાચબાનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં માતુલિંગ, અક્ષમાલા છે અને ડાબા બે હાથમાં નોળિયો અને ભાલો છે.
10. શીતલનાથનો બ્રહ્મા નામે યક્ષ છે. તેનો વર્ણ સફેદ, ચાર મુખ, ત્રણ આંખ, પદ્માસન અને આઠ હાથ છે. જમણા ચાર હાથમાં માતુલિંગ, પાશ, મુદ્ગર, અભયમુદ્રા છે. અને ડાબા ચાર હાથમાં નોળિયો, ગદા, અંકુશ, અક્ષમાલા છે.
11. શ્રેયાંસનાથનો મનુજ નામે યક્ષ છે. મતાંતરે ઈશ્વર નામ છે. તેનો વર્ણ સફેદ, ત્રણ આંખ, બળદનું વાહન અને ચાર હાથ છે, જમણા બે હાથમાં બીજોરૂ અને ગદા છે અને ડાબા બે હાથમાં નોળિયો અને અક્ષમાલા છે.
12. વાસુપૂજ્યસ્વામિનો સુરકુમાર નામે યક્ષ છે. તેનો વર્ણ શ્વેત, હંસનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં બીજોરૂ અને બાણ છે. અને ડાબા બે હાથમાં નોળિયો અને ધનુષ છે.
13. વિમલનાથનો ષણ્મુખ નામે યક્ષ છે. તેનો વર્ણ શ્વેત, મોરનું વાહન અને બાર હાથ છે. જમણા છ હાથમાં ફળ, ચક્ર, બાણ, તલવાર, પાશ, અક્ષમાલા છે અને ડાબા છ હાથમાં નોળિયો, ચક્ર, ધનુષ, ફલક, અંકુશ તથા અભયમુદ્રા છે.
14. અનંતનાથનો પાતાલ નામે યક્ષ છે. તેને ત્રણ મુખ, લાલ વર્ણ, મગરનું વાહન અને છ હાથ છે. જમણા હાથમાં કમળ, તલવાર અન પાશ છે અને ડાબા ત્રણ હાથમાં નોળિયો, ફલક અને અક્ષમાલા છે.
15. ધર્મનાથને કિન્નર નામે યક્ષ છે. તેને ત્રણ મુખ, વર્ણ લાલ, કાચબાનું વાહન તથા છ હાથ છે. જમણા ત્રણ હાથમાં બીજોરૂ, ગદા, અને અભયમુદ્રા છે. ડાબા ત્રણ હાથમાં નોળિયો, કમલ, અક્ષમાલા છે.
16. શાંતિનાથનો ગરૂડ નામે યક્ષ છે. તેને વરાહનું વાહન, મુખ વરાહ જેવું છે. વર્ણ શ્યામ છે તથા ચાર હાથ છે. જમણા બે હાથમાં બીજોરૂ અને કમલ અને ડાબા બે હાથમાં નોળિયો, અક્ષમાલા છે.
17. કુંથુનાથનો ગાંધર્વ નામે યક્ષ છે. તેનો વર્ણ શ્યામ છે. હંસનું વાહન તથા ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને પાશ છે. ડાબા બે હાથમાં માતુલિંગ અને અંકુશ છે.
18. અરનાથનો યક્ષેન્દ્ર નામે યક્ષ છે. તેને છ મુખ, ત્રણ આંખ અને વર્ણ શ્યામ છે. શંખનું વાહન તથા બાર હાથ છે. જમણા છ હાથમાં બીજોરૂ, બાણ, ખડૂગ, મુદ્ગર, પાશ અને અભયમુદ્રા છે. અને ડાબા છ હાથમાં નોળિયો ધનુષ, ચર્મફલક (ઢાલ), શૂલ અંકુશ અને અક્ષમાલા છે.
19. મલ્લિનાથનો કુબર નામનો યક્ષ છે. તેને ચાર મુખ, ઈન્દ્રધનુષ્ય જેવો વર્ણ, હાથીનું વાહન અને આઠ હાથ છે. જમણા ચાર હાથમાં વરદાનમુદ્રા, પરશુ, શૂલ અને અભયમુદ્રા છે. તથા ડાબા ચાર હાથમાં બીજોરૂ, શક્તિ, મુદ્ગર અને અક્ષમાલા છે. બીજા ગ્રંથોમાં કુબરની જગ્યાએ કુબેર કહ્યું છે.
20. મુનિસુવ્રતસ્વામીનો વરૂણ નામે યક્ષ છે. તેને ચાર મુખ, ત્રણ આંખ, શ્વેત વર્ણ અને વૃષભનું વાહન છે. માથા ઉપર જટાનો મુગટ છે. તેને આઠ હાથ છે. જમણા ચાર હાથમાં બીજોરૂ, ગદા, બાણ અને શક્તિ છે તથા ડાબા ચાર હાથમાં નોળિયો, કમલ, ધનુષ અને પરશુ છે.
21. નમિનાથનો ભ્રકુટિ નામે યક્ષ છે. તેન ચાર મુખ, સુવર્ણ વર્ણ, ત્રણ આંખ અને બળદનું વાહન છે. જમણા ચાર હાથમાં બીજોરૂ, શક્તિ, મુદ્ગર અને અભયમુદ્રા છે. ડાબા ચાર હાથમાં નોળિયો, પરશુ, વજ્ર, અને અક્ષમાલા છે.
22. નેમનાથને ગોમેધ નામે યક્ષ છે. તેને ત્રણ મુખ, શ્યામ વર્ણ, પુરુષનું વાહન અને છ હાથ છે. જમણા ત્રણ હાથમાં માતુલિંગ, પરશુ અને ચક્ર છે તથા ડાબા ત્રણ હાથમાં નોળિયો, શૂલ અને શક્તિ છે.
23. પાર્શ્વનાથને વામન નામે યક્ષ છે. મતાંતરે પાર્શ્વ નામે યક્ષ છે. તેને હાથીના જેવું મુખ, મસ્તક, ઉપર સર્પની ફણા, શ્યામ વર્ણ, કાચબાનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં બીજોરૂ અને સર્પ છે તથા ડાબા બે હાથમાં નોળિયો અને ભુજંગ (સર્પ ) છે.
24. મહાવીરસ્વામીને માતંગ નામે યક્ષ છે. તેને શ્યામ વર્ણ, હાથીનું વાહન, અને બે હાથ છે. જમણા હાથમાં નોળિયો અને ડાબા હાથમાં બીજોરૂ છે.

તીર્થંકરની યક્ષિણીઓ
તીર્થંકરોની ભક્તિમાં વિશેષ અધિષ્ઠાયક દેવીઓ તે યક્ષિણી કહેવાય. ચોવીશ તીર્થંકરોની ચોવીશ યક્ષિણીઓ છે, જેના નામો નીચે પ્રમાણે આપેલા છે-
1. ચક્કેશ્વરી, 2. અજિતા, 3. દુરિતારિ, 4. કાલી, 5. મહાકાલી, 6. અચ્યુતા, 7. શાંતા, 8. જ્વાલા, 9. સુતારા, 10. અશોકા, 11. શ્રીવત્સા, 12. પ્રવરા, 13. વિજયા, 14. અંકુશા 15. પ્રજ્ઞપ્તિ, 16. નિર્વાણી, 17. અચ્યુતા, 18. ધરણી, 19. વૈરુટ્યા, 20. અચ્છુપ્તા, 21. ગાંધારી, 22. અંબા, 23. પદ્માવતી, 24. સિદ્ધાયિકા.
1. ઋષભદેવની ચક્કેશ્વરી દેવી મતાંતરે અપ્રતિચક્રા દેવી છે. તેને સુવર્ણ વર્ણ, ગરૂડનું વાહન અને આઠ હાથ છે. જમણા ચાર હાથમાં વરદાનમુદ્રા, બાણ, ચક્ર અને પાશ છે તથા ડાબા ચાર હાથમાં ધનુષ, વજ્ર, ચક્ર અને અંકુશ છે.
2. અજિતનાથની અજિતાદેવી અથવા અજિતાબલા છે. તેને ગૌર વર્ણ, લોહાસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને પાશ છે તથા ડાબા બે હાથમાં બીજોરૂ અને અંકુશ છે.
3. સંભવનાથની દુરિતારિદેવી છે. તેને ગૌર વર્ણ, મેષનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને અક્ષમાલા છે તથા ડાબા બે હાથમાં ફલ અને અભયમુદ્રા છે.
4. અભિનંદનસ્વામિની કાલી નામે દેવી છે. તેને શ્યામ વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને પાશ તથા ડાબા બે હાથમાં નાગ અને અંકુશ છે.
5. સુમતિનાથની મહાકાલી નામે દેવી છે. તેને સુવર્ણ વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને પાશ છે તથા ડાબા બે હાથમાં બીજોરૂ અને અંકુશ છે.
6. પદ્મપ્રભુની અચ્યુતા નામે દેવી છે. મતાંતરે શ્યામા નામે દેવી છે. તેને શ્યામ વર્ણ, નરનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને વીણા છે તથા ડાબા બે હાથમાં ધનુષ અને અભયમુદ્રા છે.
7. સુપાર્શ્વનાથની શાંતા નામે દેવી છે. તેને સુવર્ણ વર્ણ, હાથીનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને અક્ષસૂત્ર છે. તથા ડાબા બે હાથમાં શૂલ અને અભયમુદ્રા છે.
8. ચંદ્રપ્રભુની જ્વાલા નામે દેવી છે. મતાંતરે ભૃકુટિ દેવી છે. તેને પીળો વર્ણ, વરાલક નામના પ્રાણીનં વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં ખડ્ગ અને મુદ્ગર છે તથા ડાબા બે હાથમાં ફલક એટલે ઢાલ અને પરશુ છે.
9. સુવિધિનાથની સુતારાદેવી છે. તેને ગૌર વર્ણ, વૃષભનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને અક્ષમાલા છે તથા ડાબા બે હાથમાં કળશ અને અંકુશ છે.
10. શીતલનાથની અશોકાદેવી છે. તેને નીલ વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને પાશ છે તથા ડાબા બે હાથમાં ફળ અને અંકુશ છે.
11. શ્રેયાંસનાથની શ્રીવત્સા નામે દેવી છે મતાંતરે માનવીદેવી છે. તેને ગૌર વર્ણ, સિંહનું વાહન તથા ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને મુદ્ગર છે તથા ડાબા બે હાથમાં કળશ અને અંકુશ છે.
12. વાસુપૂજ્યસ્વામિની પ્રવરા નામે દેવી મતાંતરે ચંડાદેવી છે. તેને શ્યામ વર્ણ, ઘોડાનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને શક્તિ છે તથા ડાબા બે હાથમાં ફૂલ અને ગદા છે.
13. વિમલનાથની વિજયા નામે દેવી છે. મતાંતરે વિદિતાદેવી છે. તેને હડતાલ જેવો વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં બાણ અને પાશ છે તથા ડાબા બે હાથમાં ધનુષ અને નાગ છે.
14. અનંતનાથની અંકુશા નામે દેવી છે. તેને ગૌર વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં ખડ્ગ અને પાશ છે તથા ડાબા બે હાથમાં ઢાલ અને અંકુશ છે.
15. ધર્મનાથની પન્નગા નામે દેવી છે. મતાંતરે કંદર્પાદેવી છે. તેને ગૌર વર્ણ, મત્સ્યનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં કમળ અને અંકુશ છે તથા ડાબા બે હાથમાં કમળ અને અભયમુદ્રા છે.
16. શાન્તિનાથની નિર્વાણીદેવી છે. તેને સુવર્ણ જેવો વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં પુસ્તક અને કમળ છે તથા ડાબા બે હાથમાં કમંડળ અને કમળ છે.
17. કુંથુનાથની અચ્ચુતા નામે દેવી છે મતાંતરે બલાદેવી છે. તેને સુવર્ણ જેવો વર્ણ, મયુરનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં બીજોરૂ અને શૂલ છે તથા ડાબા બે હાથમાં મુષુણ્ઢિ અને કમળ છે.
18. અરનાથની ધરણી નામે દેવી છે. તેને નીલવર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં માતુલિંગ અને કમળ છે તથા ડાબા બે હાથમાં કમળ અને અક્ષમાળા છે.
19. મલ્લિનાથની વૈરૂટ્યા નામે દેવી છે. તેને કૃષ્ણવર્ણ કમલનું આસન, અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને અક્ષમાળા છે. તથા ડાબા બે હાથમાં બીજોરૂ અને શક્તિ છે.
20. મુનિસુવ્રતસ્વામિની અચ્છુપ્તા નામે દેવી છે. મતાંતરે નરદત્તાદેવી છે. તેને સુવર્ણવર્ણ, ભદ્રાસનનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાન મુદ્રા અને અક્ષમાળા છે તથા ડાબા બે હાથમાં બીજોરૂ અને શૂલ છે.
21. નમિનાથની ગાંધારી નામે દેવી છે તેને શ્વેતવર્ણ, હંસનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને ખડ્ગ છે તથા ડાબા બે હાથમાં બીજોરૂ તથા ભાલો છે.
22. નેમિનાથની અંબિકા નામે દેવી છે. તેને સુવર્ણવર્ણ, સિંહનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં આંબાની લૂમ અને પાશ છે તથા ડાબા બે હાથમાં પુત્ર અને અંકુશ છે.
23. પાર્શ્વનાથની પદ્માવતી નામે દેવી છે. તેને સુવર્ણ વર્ણ, કુર્કટ સર્પનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં કમળ અને પાશ છે તથા ડાબા બે હાથમાં ફળ અને અંકુશ છે.
24. મહાવીરજિનની સિદ્ધાયિકા નામે દેવી છે. તેને લીલો વર્ણ, સિંહનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં પુસ્તક અને અભયમુદ્રા છે તથા ડાબા બે હાથમાં બીજોરૂ અને વીણા છે..

Related Posts

How to Know Jains Tirthankara, Yaksha and Yakshini
4/ 5
Oleh

Subscribe via email

Like the post above? Please subscribe to the latest posts directly via email.